લિંક કોપી થઇ ગઈ છે..
Home / ટૉપ ન્યૂઝ / ફ્રાંસના રાષ્ટ્રપતિએ સમગ્ર દેશમાં ચાર અઠવાડિયાનું લોકડાઉન લાગું કર્યું

ફ્રાંસમાં કોરોનાની ત્રીજી લહેરને પગલે સરકાર દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવા મજબૂર થઈ છે.ત્યારે રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોંએ દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી.જેમાં મૈક્રોંએ કહ્યું હતું કે કોવિડ-19 સંક્રમણની ત્રીજી લહેરને પાછી ધકેલવામાં મદદ મળે તે માટે 3 સપ્તાહ સુધી શાળાઓ બંધ રાખવામાં આવશે નહીં તો ત્રીજી લહેર હોસ્પિટલ્સ પર પણ ભારે પડી જશે.આ સિવાય મૈક્રોંએ વધુમાં કહ્યું હતું કે જો આપણે અત્યારે મજબૂત પગલા નહીં ભરીએ તો કોરોના પરનું નિયંત્રણ ગુમાવી દઈશું.

આમ ટીવી પર પ્રસારિત સમાચારમાં તેમણે આ સમયગાળા દરમિયાન માત્ર જરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવા મંજૂરી મળશે અને લોકોએ ઓફિસોના બદલે ઘરેથી કામ કરવું પડશે તેમ કહ્યું હતું.આ સમયગાળા દરમિયાન સાર્વજનિક સભાઓ સંપૂર્ણપણે બંધ રહેશે તેવી જાહેરાત કરી હતી.આ ઉપરાંત યોગ્ય કારણ વગર ઘરથી 10 કિમીથી દૂર જવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આગામી સપ્તાહથી શાળાઓને પણ 3 સપ્તાહ માટે બંધ રાખવામાં આવશે.જોકે આ દરમિયાન ઈસ્ટર ફ્રાઈડે વખતે લોકો લોકડાઉનમાં જ્યાં રહેવા ઈચ્છે ત્યાં જઈ શકશે.આમ ફ્રાંસમાં કુલ સંક્રમિતોની સંખ્યા 46.46 લાખ પહોંચવા આવી છે,જ્યારે અત્યારસુધીમાં કોરોનાના કારણે 95,502 લોકોના મોત થયા છે.