લિંક કોપી થઇ ગઈ છે..
Home / ટૉપ ન્યૂઝ / ગુજરાતમા છેલ્લા 24 કલાકમાં ૨,૩૬૦ કોરોનાના કેસો નોધાયા

ગુજરાતમાં કોરોના વાયરસે પ્રથમવાર ૨૩૦૦ની સપાટી વટાવી છે.ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૨,૩૬૦ નવા કેસ નોંધાયા છે.જેમાં અમદાવાદ-સુરતમાંથી ૩,ખેડા-મહીસાગર-વડોદરામાંથી ૧-૧ થઈ કુલ ૯ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે.આમ રાજ્યમાં વર્તમાન સમયમા ૧૨,૬૧૦ એક્ટિવ કેસ,જ્યારે ૧૫૨ દર્દી વેન્ટિલેટર પર છે.જ્યારે રાજ્યમાં કુલ કેસનો આંક ૩,૦૭,૬૯૮,જ્યારે મરણાંક ૪,૫૧૯ થયો છે.

આમ છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યમા ૬૨૦ કેસો સાથે અમદાવાદ મોખરે છે.અમદાવાદમાં કુલ કેસનો આંક ૭૨,૬૨૦ છે,સુરત શહેરમાં ૬૧૧ કેસ નોંધાયા છે,વડોદરા શહેરમાં ૩૪૧,રાજકોટ શહેરમા ૨૦૮ નવા કેસ સામે આવ્યા છે.જામનગરમાં 61,ભાવનગર 49,ગાંધીનગર 47, પાટણ 26,મહેસાણા 22,ખેડા 20,મોરબી-નર્મદા 19,કચ્છ-આણંદ-અમરેલી 18,જુનાગઢ-પંચમહાલ 16,મહીસાગર-ભરૂચ 14નો સમાવેશ થાય છે.

ગુજરાતમાં અત્યારસુધી કોરોનાથી સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં ૨,૩૫૬,સુરતમાં ૧,૦૧૫,વડોદરામાં ૨૪૮,રાજકોટમાં ૨૦૭ છે.આમ કોરોનાથી સૌથી વધુ મૃત્યુદર ધરાવતા રાજ્યોમાં ગુજરાત ૧.૪૮% સાથે છઠ્ઠા સ્થાને છે.જ્યારે સૌથી વધુ ટેસ્ટ કરનારા રાજ્યોમાં ગુજરાત આઠમાં સ્થાને છે.આમ અત્યારસુધી ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ ૩.૫૦ કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.