કર્ણાટકના ઓપનર દેવદત્ત પડિક્કલે વિજય હઝારે ટ્રોફીમાં પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા સતત ચોથી મેચમાં સદી મારી છે.જેમાં તેણે કેરળ સામે 119 બોલમાં 10 ફોર અને 2 સિક્સની મદદથી 101 રન કર્યા હતા.પ્રથમ બેટિંગ કરતાં કર્ણાટક માટે પડિક્કલ અને કપ્તાન આર.સમર્થે સારી શરૂઆત કરી હતી.જેમાં બંનેએ પ્રથમ વિકેટ માટે 43 ઓવરમાં 249 રનની ભાગીદારી કરી હતી.પડિક્કલ 43મી ઓવરમાં એન.પી.બસીલની બોલિંગમાં બોલ્ડ થયો હતો,જ્યારે સમર્થે 158 બોલમાં 22 ફોર અને 3 સિક્સની મદદથી 192 રન કર્યા હતા.આમ બંનેની શાનદાર ઇનિંગ્સ થકી કર્ણાટકે 50 ઓવરમાં 3 વિકેટે 338 રન બનાવ્યા હતા.
20 વર્ષીય પડિક્કલે સતત ચોથી મેચમાં સદી મારી છે.તેણે ઓડિશા સામે 152,કેરળ સામે 126*,રેલવે સામે 145* રન કર્યા હતા.જેમાં તેણે ટૂર્નામેન્ટની 6 મેચમાં 673 રન બનાવ્યા છે.પડિક્કલ પહેલાં વર્ષ 2015ના વર્લ્ડકપમાં શ્રીલંકાના કુમાર સંગાકારાએ સતત ચાર મેચમાં સદી મારી હતી.જ્યારે સાઉથ આફ્રિકાના અલવીરો પીટરસને વર્ષ 2015-16 મોમેન્ટમ વન-ડે કપમાં સતત ચાર મેચમાં સદી મારી હતી.
વિજય હઝારે ટ્રોફીની એક સીઝનમાં સૌથી વધુ સદી મારવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો.કોહલીએ વર્ષ 2009ની સીઝનમાં 89ની એવરેજથી બેટિંગ કરતાં 534 રન કર્યા હતા.આ દરમિયાન 4 સદી મારી હતી.જ્યારે પડિક્કલે ચાલુ સીઝનમાં ચાર સદી મારીને કોહલીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
ત્યારે પડિક્કલ આવતા મહિને રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમતો જોવા મળશે.બેંગલોરની ટીમ 9 એપ્રિલે મુંબઈ વિરુદ્ધ ચેન્નઈ ખાતે રમીને પોતાના આઇપીએલ કેમ્પેનની શરૂઆત કરશે.જેમાં તેણે ગત સીઝનની 15 મેચમાં 31.53ની એવરેજથી 473 રન કર્યા હતા.જેમાં તે રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો લીડિંગ રન સ્કોરર હતો.જ્યારે ટૂર્નામેન્ટની ઓલઓવર હાઈએસ્ટ રન સ્કોરરની સૂચિમાં તે આઠમા સ્થાને હતો.
ટૉપ ન્યૂઝ ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved