લિંક કોપી થઇ ગઈ છે..
Home / ટૉપ ન્યૂઝ / મુકેશ અંબાણીએ જૈક માનો તાજ છીનવ્યો,ભારતમા અબજોપતિઓની સંખ્યામાં વધારો થયો

વિશ્વમાં સૌથી વધારે અબજોપતિઓની સંખ્યામાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.ત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિનો તાજ ચીનના જૈક મા પાસેથી છીનવી લીધો છે.આ સિવાય જેફ બેજોસ સતત ચોથા વર્ષે પણ વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.આમ વર્તમાન સમયમાં વિશ્વમાં ભારત કરતા વધારે અબજોપતિઓ અમેરિકા અને ચીનમાં છે.ભારતમાં અબજોપતિઓની સંખ્યા વધીને 140 થઈ ગઈ છે.

આમ ભારત અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વિશ્વના 10મા નંબરના ધનવાન વ્યક્તિ છે. જેમની કુલ નેટવર્થ 84.5 અબજ ડોલર છે.જ્યારે અદાણી સમૂહના ગૌતમ અદાણી ભારતના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ અને વિશ્વના 24 નંબરના અબજોપતિ બની ગયા છે.જેમની નેટવર્થ આશરે 50.5 અબજ ડોલર છે.

આમ ફોર્બ્સની 35મી વાર્ષિક અબજોપતિઓની યાદીમાં એમેઝોનના ફાઉન્ડર અને સી.ઈ.ઓ જેફ બેજોસ વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ છે.જેઓ સતત ચોથા વર્ષે ટોપ પર છે.જેમની કુલ નેટવર્થ 177 અબજ ડોલર છે.જ્યારે બીજા ક્રમે સ્પેસ એક્સના ફાઉન્ડર અને ઈલેક્ટ્રિક કાર માટે પ્રખ્યાત એલન મસ્કનું નામ આવે છે.જેમની નેટવર્થ 151 અબજ ડોલર થઈ છે.