Error: Server configuration issue
ચેન્નઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં મુંબઈ અને બેંગ્લોર વચ્ચે આગામી 9 એપ્રિલથી આઇ.પી.એલની શરૂઆત થશે.જેમાં કેટલાક નવા નિયમો લાવવામાં આવ્યા છે.જેમાં કોરોના મહામારીના કારણે આઇ.પી.એલના ખેલાડીઓને બાયોબબલના પ્રોટોકોલને અનુસરવો પડે છે.આમ વિરાટ કોહલી 1 એપ્રિલે ચેન્નઈ પહોંચશે.ત્યારે વર્તમાનમાં યુઝવેન્દ્ર ચહલ,મોહમ્મદ સિરાજ સહિતના ખેલાડીઓ બેંગ્લોરની ટીમ સાથે જોડાઈ ગયા છે અને તેઓએ 9 દિવસની ટ્રેનિંગ પણ શરૂ કરી દીધી છે.આમ આઇ.પી.એલ-14નું પ્રસારણ 120 દેશમાં જોવા મળશે.તેની સાથે ભારતીય દર્શકોને 8 ભાષાઓમાં કોમેન્ટ્રીની સાથે મેચનું મનોરંજન અપાશે.જેમાં હિન્દી અને અંગ્રેજીની સાથે તમિલ,તેલુગુ,બંગાળી,કન્નડ,મરાઠી અને મલયાલમ ભાષામાં દર્શકોને કોમેન્ટ્રી સાંભળવા મળશે.
ટૉપ ન્યૂઝ ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved