લિંક કોપી થઇ ગઈ છે..
Home / ટૉપ ન્યૂઝ / લોકોની પીડા મારી પીડા કરતા વધારે, વ્હીલચેરમાં બેસી ચૂંટણી જંગમાં ઉતર્યા મમતા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ફરી એક વખત ચૂંટણી જંગમાં ઉતરી ચુક્યા છે. નંદીગ્રામમાં પ્રચાર દરમિયાન ઈજાગ્રસ્ત થયા બાદ મમતા બેનરજી આજે પહેલી વખત જાહેર કાર્યક્રમમાં સામેલ થયા હતા અને રોડ શોમાં ભાગ લીધો હતો.

તે પહેલા તેમણે ટ્વિટ કરીને કહ્યુ તહુ કે, અમે નિડર બનીને લડતા રહીશું, હજી મને દર્દ થાય છે પણ લોકોની પીડા મારી પીડા કરતા વધારે છે. આ પવિત્ર ભૂમિની રક્ષા માટેની લડાઈમાં નુકસાન થયુ છે અને હજી વધારે પીડા પણ થશે પણ આપણે ક્યારેય ઝુકીશું નહીં.

મમતા બેનરજી પોતાના નિવાસ સ્થાનેથી જ્યારે નિકળ્યા ત્યારે તેમનુ શંખ નાદ સાથે સ્વાગત કરાયુ હતુ.મમતા બેનરજી ઘાયલ થયા બાદ ચાર દિવસ હોસ્પિટલમાં હતા અને એ પછી તેઓ ફરી એક વખત ચૂંટણી પ્રચાર માટે ઉતરી પડયા છે. દરમિયાન ચૂંટણી પંચે જાહેર કર્યુ છે કે, મમતા બેનરજી પર હુમલાના કોઈ પૂરાવા નથી.