લિંક કોપી થઇ ગઈ છે..
Home / ટૉપ ન્યૂઝ / પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામે લોકોએ સીએનજી તેમજ ઈલેકટ્રીક વાહનો પર પસંદગી ઉતારી

મહારાષ્ટ્રમાં સીએનજી અને ઈલેકટ્રીક વાહનોની જે માંગ વધી છે એનું એક કારણ છેલ્લા ૩ મહીનામાં પેટ્રોલના ભાવમાં થયેલો સતત વધારો છે.આમ છેલ્લા ૩ મહીનામાં સીએનજી વાહનોના વેચાણમાં ૩૭૫ ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે,જ્યારે ઈલેકટ્રીક વાહનોનું વેચાણ ૩૦ ટકા જેટલું વધ્યું છે.ત્યારે પેટ્રોલથી ચાલતા વાહનોને બદલે સીએનજી અને ઈલેકટ્રીક વાહનોને લોકો વધુ પસંદ કરે છે.

મુંબઈમાં પેટ્રોલના ભાવ લિટરે રૂ.૧૦૦ જ્યારે ડિઝલના ભાવ રૂ.૯૦ની ઊંચી સપાટી નજીક પહોંચી ગયા છે.ત્યારે અગાઉના બે મહીનાની સરખામણીમાં ફેબુઆરીમાં પેટ્રોલથી ચાલતા વાહનોના વેચાણમાં ઘટાડો નોંધાયો હતો.આમ મહારાષ્ટ્રમાં ડિસેમ્બર,૨૦૨૦માં ૬૧૦ સીએનજી વાહનોનું રજિસ્ટ્રેશન થયુ હતું.ત્યારે ફેબુઆરીમાં આંકડો વધી ૨૨૮૮ થયો હતો.જ્યારે ડિસેમ્બર,૨૦૨૦માં ૧૧૦૨ ઈલેકટ્રીક વાહનો રજિસ્ટર થયા જ્યારે ફેબ્રુઆરીમાં આંકડો ૧૪૨૯ થયો હતો.ડિસેમ્બર,૨૦૨૦માં ૨,૧૦,૭૧૫ પેટ્રોલના વાહનોનું વેચાણ સામે ફેબુઆરીમાં ૧,૪૯,૮૨૦ થયું જેમાં ૨૯ ટકા ઘટાડો થયો છે.