લિંક કોપી થઇ ગઈ છે..
Home / ટૉપ ન્યૂઝ / વડાપ્રધાન ફરીએકવાર એપ્રિલમાં ગુજરાતની મુલાકાતે આવશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ફરીએકવાર એપ્રિલ મહિનામાં ગુજરાતના પ્રવાસે આવે તેવો કાર્યક્રમ ગોઠવાય છે.જેમાં ગાંધીનગરનું રેલવે સ્ટેશન અને હોટલનું લોકાર્પણ કરશે.આમ વડાપ્રધાન મોદી માર્ચ માસમાં બે વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે.જેમાં કેવડીયા ખાતે કમાન્ડર કોન્ફરન્સમાં હાજર રહ્યા બાદ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં ઉપસ્થિત રહી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવ્યુ હતું.આમ એપ્રિલ મહિનામાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઇ ગાંધીનગરમાં રાજય સરકાર દ્વારા અલગ-અલગ મુદ્દે કાર્યક્રમની તૈયારીઓ કરવામાં આવી રહી છે.