લિંક કોપી થઇ ગઈ છે..
Home / ટૉપ ન્યૂઝ / હૃતિક રોશન અને દીપિકા પદુકોણ આગામી ફિલ્મમાં જોવા મળશે

હૃતિક રોશન અને દીપિકા પદુકોણ પર રામાયણ પર આધારિત ફિલ્મ બનાવાની ચર્ચા થઇ રહી છે.આ ફિલ્મનું નિર્માણ મધુ મન્ટેના કરી રહ્યા છે.જેણે આ ફિલ્મ માટે ૩૦૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે.આ ફિલ્મમાં હૃતિક અને દીપિકા રામ-સીતાના પાત્રમાં જોવા મળશે.મધુ મન્ટેના રૂપિયા ૩૦૦ કરોડ કરતા પણ વધુ બજેટમાં ૩ડી રામાયણ બનાવા માંગે છે.આ ફિલ્મનું દિગ્દર્શન નિતેશ તિવારી કરે તેવી શક્યતા છે. જેણે આમિર ખાનની દંગલનું દિગ્દર્શન કર્યુ હતું.આમ આ ફિલ્મના રામ-સીતાના રોલમાં સૌથી મોખરે નામ હૃતિક અને દીપિકાના છે.જોકે હજી કોઇ સ્ટાર કાસ્ટને ફાઇનલ કરવામાં આવી નથી.