લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કૃષિ કાયદાના વિરોધમાં 16 રાજકીય પક્ષો રાષ્ટ્રપતિના વક્તવ્યનો બહિષ્કાર કરશે

નવા કૃષિ કાયદાને લઈને સંસદના બજેટ સત્રમાં પણ ભારે હંગામો થાય તેવા એંધાણ વરતાઈ રહ્યા છે.બજેટ પહેલા જ વિરોધ પક્ષોએ આ અંગે પોતાનુ વલણ સ્પષ્ટ કરવા માંડ્યુ છે.

કોંગ્રેસના નેતા અને રાજ્ય સભામાં વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદે  કહ્યુ છે કે, કોંગ્રેસ સહિતના 16 રાજકીય પક્ષો શુક્રવારથી શરુ થનારા બજેટ સત્રમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વક્તવ્યનો બહિષ્કાર કરશે.આની પાછળનુ કારણ સરકારના નવા કૃષિ કાયદા છે.કારણકે સરકારે વિપક્ષોની સંમતિ વગર આ કાયદા પાસ કરાવ્યા છે.

રાષ્ટ્રપતિના ભાષણનો બહિષ્કાર કરનારી પાર્ટીઓમાં કોંગ્રેસ સિવાય એનસીપી, આરજેડી, શિવસેના, સમાજવાદી પાર્ટી, વિવિધ સામ્યવાદી પક્ષો અને બીજી નાની પાર્ટીઓનો સમાવેશ થાય છે.

વિરોધ પક્ષો શરુઆતથી નવા કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે અને હવે બજેટ સત્રમાં પણ કૃષિ કાયદાને લઈને સત્તાધારી ભાજપ અને વિપક્ષ વચ્ચે ઘમાસાણ જોવા મળશે તેમ લાગી રહ્યુ છે.ઉલ્લેખનીય છે કે, 1 ફેબ્રઆરીએ નાણા મંત્રી નિર્મલા સિતારમન બજેટ પણ રજૂ કરવાના છે.