લિંક કોપી થઇ ગઈ છે..
Home / ટૉપ ન્યૂઝ / તમિલ સુપરસ્ટાર રજનીકાંતને ફિલ્મના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવશે

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે દાદાસાહેબ ફાળકે અવોર્ડની જાહેરાત કરી છે.જે અવોર્ડથી દક્ષિણની ફિલ્મોનાં સુપરસ્ટાર રજનીકાંતને સન્માનિત કરવામાં આવશે.આમ કેન્દ્રીય મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે છેલ્લા 5 દાયકાથી રજનીકાંત ફિલ્મીજગત પર રાજ કરી રહ્યા છે અને લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યા છે.આ જ કારણથી જ્યુરીએ તેમને દાદાસાહેબ ફાળકે અવોર્ડ આપવાનો નિર્ણય લીધો છે.આમ રજનીકાંતને 51મો દાદાસાહેબ ફાળકે અવોર્ડ આગામી 3 મેના રોજ આપવામાં આવશે.​​​​​​​આમ મરાઠી અને કન્નડભાષી રજનીકાંતે 21 દિવસમાં તમિલ શીખી લઇ 27 માર્ચ,1975ના રોજ પ્રથમવખત કેમેરાનો સામનો કર્યો હતો.ત્યારે ડિરેક્ટર ઈચ્છતા ન હતા કે દક્ષિણ ભારતીય ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા શિવાજી ગણેશનના નામનો ઉપયોગ થાય એટલે તેમણે શિવાજીરાવને નવું નામ આપ્યું – રજનીકાંત.ઇ.સ 1983માં અંધાકાનુન ફિલ્મ સાથે હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો.આમ 45 વર્ષની કારકિર્દીમાં રજનીકાંતે હિન્દી,તમિલ,તેલુગુ,કન્નડ સહિતની કુલ 209 ફિલ્મોમાં કામ કર્યું છે.આ સિવાય તેઓ બે ફિલ્મોના રાઈટર અને પ્રોડ્યુસર પણ રહ્યા છે.