લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / થરાદની નર્મદા નહેરમાંથી પાણી ચોરી રોકવા એસઆરપી જવાન ગોઠવવામાં આવશે

થરાદમાં નર્મદા કેનાલ બંધ થતાં નિર્માણ થનાર પીવાના પાણીની સમસ્યા અંગે જાણકારી મેળવવા રાજ્યના પાણી પુરવઠા અને સરદાર સરોવર વિભાગના ચેરમેનોએ મુલાકાત લીધી હતી.જેમાં તેમણે ખેડૂતો સિંચાઇ માટે પાણીની ચોરી ન કરે તે માટે એસઆરપી તેમજ પોલીસ બંદોબસ્ત ગોઠવવાની સુચના આપી હતી.આમ થરાદ પંથકમાંથી પસાર થતી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નહેરમાંથી લીકેજ થતા પાણીની સમસ્યાથી છુટકારો મળે અને નર્મદાના પાણીનો વેડફાટ ન થાય તે માટે કેનાલ રીપેરીંગ તેમજ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવતાં કેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યું છે.ત્યારે આ કેનાલના પાણીનો થરાદ શહેર તેમજ તાલુકાનાં ગામોને પીવા માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા પીવા માટે પાણી આપવામાં આવે છે.પરંતુ ઉનાળાના સમયમાં કેનાલ બંધ રહેવાના કારણે પ્રજાજનોને પીવાના પાણીનું જળસંકટ સર્જાવાની દહેશત વચ્ચે સ્થાનિક તેમજ જીલ્લા પ્રશાસન દ્વારા સૌપ્રથમ કેનાલમાં સ્ટોક કરીને રાખવામાં આવેલા પાણીનો ઉપયોગ ખેડુતો સિંચાઇ માટે ન કરે તે બાબતે સક્રિય બન્યા છે ત્યારે આ અંગે ગાંધીનગરથી પાણી પુરવઠા બોર્ડના ચેરમેન,નર્મદા વિભાગના ડાયરેક્ટર સાથે થરાદની મુલાકાત લીધી હતી અને કેનાલ અને પાણી પુરવઠાના અધિકારી કર્મચારીઓ સાથે કેનાલ પર જઇને પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો.