ઊંઝા ગંજબજારમાં રવિ પાકોની આવકો ધીમેધીમે ઘટી રહી છે ત્યારે માલની આવકોની સિઝન પૂર્ણતાને આરે છે ત્યારે જીરાની દૈનિક 15 થી 16 હજાર બોરીની આવકો રહેવા પામી છે.જેમા નિકાસની ગ્રાહકીને લીધે જીરાના ભાવો જળવાઇ રહ્યા છે.ત્યારે જીરાના ભાવ રૂ.8700 થી 8000,જ્યારે મિડીયમ માલના ભાવ રૂ.7700 થી 8200 અને સુપર એક્સ્ટ્રા માલના ભાવ રૂ.9100 થી 9400 જોવા મળ્યા હતા.આ સિવાય સમગ્ર સિઝનમાં જીરાની 25 થી 27 લાખ બોરીનો માલ ઠલવાયો હતો.આમ જીરાના ઉત્પાદન મુજબ 50 ટકા માલ જ વેચાયો છે જ્યારે 50 ટકા માલ ખેડૂતો અને વેપારીઓ પાસે છે.
Error: Server configuration issue
પ્રાદેશીક ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved