લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં ભારે તબાહી

અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં બુધવારે આવેલા તોફાને તબાહી મચાવી દીધી છે.આ દરમિયાન 85 માઈલ પ્રતિકલાકની રફ્તારથી હવાઓ ફૂંકાઈ હતી.આ તોફાનને કારણે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર એક વિમાન પલટી મારી ગયું હતું તો જાનમાલનું પણ નોંધપાત્ર નુકસાન થવા પામ્યું છે.આમ આ તોફાનની તાકાત જોઈને એરપોર્ટને અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવ્યું છે.તોફાનને કારણે 3 હજારથી વધુ યાત્રિકો એરપોર્ટમાં ફસાઈ ગયા છે તેમને વીજળી પણ મળી રહી નથી.આ તોફાન અત્યંત ભયાનક શ્રેણીમાં આવતું હોવાથી તંત્ર દ્વારા લોકોને ઘરમાં જ રહેવા આદેશ આપવામાં આવ્યો છે.આમ કોરોનાના કાતિલ હુમલાઓનો સામનો કરી રહેલા અમેરિકામાં હવે કુદરત કોપાયમાન બની જતાં લોકો થરથર ધ્રુજી રહ્યા છે.અમેરિકામાં લાખ પ્રયાસો છતાં કોરોના કાબૂમાં આવી રહ્યો નથી અને અર્થતંત્રની ગાડી પાટા પર ચડવાનું નામ લઈ રહી નથી.તેવામાં ફ્લોરિડા રાજ્યમાં ભયાનક તોફાન આવી પડતાં ભારે ખુવારી સર્જાવા પામી છે.