લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / પાકિસ્તાને મોંઘવારીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા

વર્તમાનમા પાકિસ્તાન એશીયાનો સૌથી મોંઘવારીવાળો દેશ બની ગયો છે.જેમાં દેશે મોંઘવારીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.પાકિસ્તા નમાં મોંઘવારીનો દર 38 ટકા થઈ ગયો છે ત્યારે આઈએમએફએ પાકિસ્તાનને લોન આપવાનો પણ ઈન્કાર કરી દીધો છે.પાકિસ્તાનમાં ગત વર્ષે આ મહિનામાં મોંઘવારી દર 13.76 ટકા હતો જે આ વર્ષે 38 ટકા સુધી પહોંચી ગયો છે.આમ અત્યારસુધી શ્રીલંકામાં સૌથી વધુ મોંઘવારી હતી પરંતુ હવે પાકિસ્તાને તેને પાછળ છોડી દીધુ છે.પાકિસ્તાનમાં સતત મોંઘવારી વધી રહી છે.ત્યાં શ્રીલંકામાં છેલ્લા 8 મહિના થી તે નીચે આવી રહી છે.ત્યારે મે માસમાં શ્રીલંકામાં મોંઘવારીનો દર 25.2 ટકા રહ્યો,જે એપ્રિલમાં 35.3 ટકા થયો હતો.