લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / નેપાળના પીએમ પુષ્પકમલ પ્રચંડ ઉજ્જૈન પહોંચ્યા

ભારતના પ્રવાસે આવેલા નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડ ઉજ્જૈનના મહાકાલ મંદિર પહોંચ્યા હતા.ત્યારે આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમનું સ્વાગત કર્યું હતું.ત્યારે તેઓ પહેલા ઈન્દોર પહોંચ્યા અને પછી ઉજ્જૈન જવા રવાના થયા હતા.આ દરમિયાન શિવરાજ સિંહ ચૌહાણ નેપાળી કેપ પહેરેલા જોવા મળ્યા હતા.તેઓ પોતાની બીમાર પત્નીના સારા સ્વાસ્થ્યની ઈચ્છા સાથે મહાકાલના દ્વારે પહોચ્યા હતા.એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને ત્યાં ફક્ત તેમની પત્નીના નામ પર જ પૂજા કરી હતી.આ પહેલા એપ્રિલ 2022માં તત્કાલીન નેપાળી પીએમ શેરબહાદુર દેઉબા ભારત આવ્યા ત્યારે તેમણે પણ કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી હતી.