લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / તાઈવાનને સ્ટિંગર મિસાઈલો આપતા ચીન છંછેડાયુ

તાઈવાન પર ચીનના હુમલાના ખતરા વચ્ચે અમેરિકાએ તાઈવાનને પોતાનુ વધુ એક ઘાતક હથિયાર પૂરૂ પાડયુ છે.જેમાં અમેરિકાએ તાઈવાન માટે પોતાના સ્ટિન્ગર મિસાઈલ્સ અને બીજા હથિયારોની મોટી ખેપ રવાના કરી છે.આ મિસાઈલ માટે બંને દેશો વચ્ચે વર્ષ 2019માં કરાર થયા હતા.તાઈવાન 19 અબજ ડોલરના હથિયાર અમેરિકા પાસેથી ખરીદી રહ્યુ છે.જેમાં 250 સ્ટિંગર મિસાઈલ્સનો સમાવેશ થાય છે.આ ડીલ હેઠળના ઘણા હથિયારોની ડિલિવરી બાકી છે.સ્ટિંગર મિસાઈલ વજનમાં હળવી અને ઉપયોગમાં આસાન છે.એક સૈનિક ખભા પર મુકીને પણ તેને ફાયર કરી શકે છે.જે નીચી સપાટીએ ઉડતા વિમાનો કે હેલિકોપ્ટરોને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે.સ્ટિંગરની સાથે સાથે તાઈવાન સરકાર અમેરિકા પાસેથી યુધ્ધજહાજોને ડુબાડવાની ક્ષમતા ધરાવતા હાર્પૂન મિસાઈલ્સ પણ ખરીદી રહી છે.