ભારતના વિકેટકીપર બેસ્ટમેન ઋષભ પંતને આઇસીસીએ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન શાનદાર પ્રદર્શનને લીધે એવોર્ડ આપ્યો છે.જેમાં આઇસીસીએ પંતને પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ આપ્યો છે.આ એવોર્ડ માટે ઋષભ પંતની સાથે ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ અને આયરલેન્ડના બેસ્ટમેન પોલ સ્ટર્લિંગ પણ નોમિનેટ થયા હતા.
આમ આઇસીસીએ આ એવોર્ડની શરૂઆત આ વર્ષથી જ કરી છે.જેમાં મહિનાના બેસ્ટ ક્રિકેટરની પસંદગી કરવામાં આવે છે.આમ આઇસીસીએ જ પંતને આ ખાસ એવોર્ડ જીતવા બદલ શુભેચ્છા પાઠવી હતી.આમ પંતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડનીમાં ૯૭ રનની પારી રમી હતી,જેના લીધે ભારત મેચ ડ્રો કરવામાં સફળ રહ્યું હતું.જ્યારે બ્રિસબેનમાં અણનમ ૮૯ રનની પારીને લીધે ભારતે જીત હાંસલ કરી સીરિઝ જીતી હતી.આમ આ એવોર્ડ અંગે ખુશી વ્યક્ત કરતાં પંતે કહ્યું હતું કે,કોઇપણ ખેલાડી માટે ટીમની જીતમાં યોગદાન આપવું સૌથી મોટું પુરસ્કાર હોય છે.પરંતુ આ પ્રકારની પહેલ યુવાઓને પોતાને સારું બનાવવા માટે પ્રેરિત કરે છે.તેણે વધુમાં કહ્યું હતું કે,હું ટીમ ઇન્ડિયાના પ્રત્યેક સભ્યોને આ પુરસ્કાર સમર્પિત કરું છું જેણે ઓસ્ટ્રેલિયામાં અમારી જીતમાં યોગદાન આપ્યું.હું દરેક ફેન્સનો પણ આભાર માનું છું કે જેમણે મને વોટ આપ્યા.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved