લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારત જુનિયર એશિયા કપ હોકીની ફાઈનલમા પ્રવેશ્યુ

ભારતીય મેન્સ જુનિયર હોકી ટીમે સારો દેખાવ કરતાં એશિયા કપની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.જેમા ભારતે સેમિફાઈનલમાં 9-1થી સાઉથ કોરિયાને હરાવતા આગેકૂચ કરી હતી.ત્યારે ફાઈનલમાં ભારતની ટક્કર પાકિસ્તાન કે મલેશિયા સામે થઈ શકે છે.ગત એશિયા કપમાં ભારતીય જુનિયર હોકી ટીમે પાકિસ્તાનને હરાવીને ટાઈટલ જીત્યું હતુ.જેમા ભારત તરફથી બોબીસિંઘ ધામીએ હેટ્રિક નોંધાવી હતી.આ સિવાય સુનિત લાકરા,અરાઈજીત સિંઘ હુન્ડાલ,અંગદબીર સિંઘ,ઉત્તમ સિંઘ,વિષ્ણુકાન્ત સિંઘ અને શારદાનંદ તિવારીએ 1-1 ગોલ કર્યા હતા.આમ ભારતે ટુર્નામેન્ટની 5 મેચમાં 47 ગોલ કર્યા હતા.ભારત છેલ્લે 2015માં રમાયેલા જુનિયર એશિયા કપમાં વિજેતા બન્યું હતુ.જે પછી 2021માં ઢાકામાં એશિયા કપ યોજાવાનો હતો,જે કોરોનાના કારણે પડતો મૂકવામા આવ્યો હતો.