લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / મેથ્યુ હેડને વિશ્વની બેસ્ટ ઇલેવન ટીમ જાહેર કરી

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ અને વિસ્ફોટક ખેલાડી મેથ્યુ હેડને શ્રેષ્ઠ આઈ.પી.એલ પ્લેઈંગ ઈલેવન બનાવી છે.જેમા હેડને પોતાની ટીમના કેપ્ટન તરીકે મહાન ભારતીય ક્રિકેટરને પસંદ કર્યો છે.મેથ્યુ હેડને શુભમન ગિલને ઓપનિંગ બેટ્સમેન તરીકે તેની સર્વશ્રેષ્ઠ આઈ.પી.એલ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું છે.જેમા શુભમન ગિલના ઓપનિંગ પાર્ટનર તરીકે ઋતુરાજ ગાયકવાડની પસંદગી કરી છે.જ્યારે ફાફ ડુ પ્લેસિસને ત્રીજા નંબર પર અને સૂર્યકુમાર યાદવની ચોથા નંબર પર બેટિંગ કરવા માટે પસંદગી કરવામાં આવી છે.ઓલરાઉન્ડર કેમરોન ગ્રીનને પાંચમા નંબર પર તેમજ નંબર 6 અને ઓલરાઉન્ડરની ભૂમિકા માટે રવિન્દ્ર જાડેજાની પસંદગી કરી છે.આમ મેથ્યુ હેડન દ્વારા પસંદ કરાયેલી સર્વશ્રેષ્ઠ આઈ.પી.એલ પ્લેઇંગ ઈલેવન- શુભમન ગિલ,ઋતુરાજ ગાયકવાડ,ફાફ ડુ પ્લેસિસ,સૂર્યકુમાર યાદવ,કેમરન ગ્રીન,રવિન્દ્ર જાડેજા, મહેન્દ્રસિંહ ધોની,રાશિદ ખાન,નૂર અહેમદ,મોહમ્મદ શમી અને મોહિત શર્માનો સમાવેશ કર્યો છે.