લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં રોહિત શર્માને ઈતિહાસ રચવાની તક

વર્તમાનમાં આઈ.પી.એલની 16મી સીઝન પૂર્ણ થયા બાદ ક્રિકેટ પ્રેમીઓની નજર આગામી આઈ.સી.સી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ પર જોવા મળી રહી છે.જેમા ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચ આગામી 7 જૂનથી લંડનના ઓવલના મેદાનમાં શરૂ થશે.ત્યારે આ ફાઈનલમાં રોહિત શર્મા પાસે ઈતિહાસ રચીને વિરાટ કોહલીથી આગળ નીકળવાની તક છે.ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 પર છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા સ્થાન પર છે.જેમા રોહિત શર્મા ફાઈનલમા ટીમને જીત અપાવશે તો તે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન બની જશે.વિરાટ કોહલી પોતાની કેપ્ટનશીપમાં ભારત માટે એકપણ આઇ.સી.સી ટાઇટલ જીતી શક્યો નથી.ત્યારે આ સ્થિતિમાં રોહિત પાસે કેપ્ટન તરીકે ટ્રોફી જીતીને વિરાટ કોહલીથી આગળ નીકળવાની તક રહેશે.પરંતુ રોહિત શર્માનું ફાઈનલ મેચ પહેલાનુ ફોર્મ ટીમનું ટેન્શન વધારી શકે છે.કારણ કે તેઓએ આઈ.પી.એલ 2023માં મુંબઈ ઈન્ડિયન્સ માટે 20.75ની એવરેજથી 332 રન જ બનાવ્યા છે.જ્યારે શુભમન ગિલ,વિરાટ કોહલી,અજિંક્ય રહાણે,મોહમ્મદ શમી,રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓએ આઈ.પી.એલ 2023માં સારું પ્રદર્શન કર્યું છે.

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ભારતીય ટીમ- રોહિત શર્મા (c),શુભમન ગિલ,ચેતેશ્વર પૂજારા,વિરાટ કોહલી,અજિંક્ય રહાણે,ઈશાન કિશન,કે.એસ ભરત,રવિચંદ્રન અશ્વિન,રવિન્દ્ર જાડેજા,અક્ષર પટેલ,શાર્દુલ ઠાકુર,મોહમ્મદ શમી,મોહમ્મદ સિરાજ,ઉમેશ યાદવ અને જયદેવ ઉનડકટનો સમાવેશ કરવામાં આવ્યો છે.