લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / જો રૂટે પોતાની 100મી ટેસ્ટમાં સેન્ચુરી મારનાર વર્લ્ડનો નવમો ખેલાડી બન્યો

ઇંગ્લેન્ડે ભારત સામે ચાર ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે પ્રથમ દિવસના અંતે 3 વિકેટે 263 રન કર્યા છે.જેમાં જો રૂટ 128 રને અણનમ છે.રૂટે પોતાની 100મી ટેસ્ટમાં સેન્ચુરી મારી તે આ સિદ્ધિ મેળવનાર વર્લ્ડનો નવમો ખેલાડી બન્યો છે.આ તેના ટેસ્ટ કરિયરની 20મી સદી છે.જેમાં ભારત માટે જસપ્રીત બુમરાહે 2 અને રવિચંદ્રન અશ્વિને 1 વિકેટ લીધી છે.

આમ જો રૂટ અને ડોમિનિક સિબલેએ ત્રીજી વિકેટ માટે 200 રનની ભાગીદારી કરી હતી.આમ 9 વર્ષે ભારત સામે ભારતમાં 200 રનની ભાગીદારી કરી છે.છેલ્લે વર્ષ 2012માં જોનાથન ટ્રોટ અને ઇયાન બેલે નાગપુરમાં 208 રનની ભાગીદારી કરી હતી.જે ટેસ્ટ રૂટની ડેબ્યુ ટેસ્ટ હતી.ડોમિનિક સિબલેએ કરિયરની ચોથી ફિફટી ફટકારતાં 286 બોલમાં 12 ફોરની મદદથી 87 રન કર્યા હતા તે દિવસની છેલ્લી ઓવરમાં બુમરાહની બોલિંગમાં એલબીડબલ્યુ થયો હતો.