તાઈવાનની એક વ્યક્તિને બિઝનેસ ટ્રિપથી પાછા ફર્યા પછી હોમ ક્વોરન્ટિન કરી દેવાઈ છે. આ વ્યક્તિ ચીનથી પરત ફરી હતી. હોમ ક્વોરન્ટિનમાં રહેતી વખતે તે ત્રણ દિવસમાં 7 વખત ઘરની બહાર નીકળ્યો. આ જ કારણે તેને 10 લાખ તાઈવાન ડોલર(25 લાખ 55 હજાર રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો છે.
લોકલ મીડિયાના જણાવ્યા પ્રમાણે, સેન્ટ્રલ તાઈવાનના તાઈચુંગમાં રહેતી વ્યક્તિનું નામ સામે નથી આવ્યું. તે ખરીદી કરવા અને કાર ઠીક કરાવવા માટે 7 વખત ઘરની બહાર નીકળ્યો હતો.આ જ વાત માટે તેનો પાડોશીઓ સાથે ઝઘડો પણ થયો હતો. જેથી કેસ સામે આવ્યો.
તાઈચુંગ લોકલ ગર્વમેન્ટના જણાવ્યા પ્રમાણે, આ વ્યક્તિ 21 જાન્યુઆરીએ ચીનથી પરત આવી હતી. તાઈવાનના નિયમો પ્રમાણે તેને 14 દિવસ સુધી ક્વોરન્ટિન રહેવાનું હતું. તાઈચુંગના મેયર લૂ શિયો યેને તેની હરકતને ગંભીર ગુનો ગણાવતા કહ્યું કે, તેને કડક સજા આપવી જોઈએ.
કોરોના પર કાબૂ મેળવવા માટે તાઈવાન દુનિયા માટે ઉદાહરણ બની ગયું છે. આ સ્વશાસિત દ્વીપે પોતાની સીમાને સમયસર બંધ કરી દીધી હતી. મોટા પાયે ટેસ્ટ કરાયા અને કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને ક્વોરન્ટિનના નિયમોને સખતાઈથી લાગૂ કરાયા.જોન્સ હોપકિન્સ યૂનિવર્સિટીના જણાવ્યા પ્રમાણે, કડક પગલાના કારણે 2 કરોડ 30 લાખ વસતિ વાળા આ દ્વીપમાં કોરોનાના અત્યાર સુધી માત્ર 893 કેસ નોંધાયા છે. સાથે જ 7 લોકોના મોત થયા છે.
ડિસેમ્બર 2020માં ફિલિપાઈન્સના એક માઈગ્રેન્ટ વર્કર પર 3500 ડોલરનો દંડ લગાવાયો હતો. તે માત્ર 8 સેકન્ડ માટે ક્વોરન્ટિનથી બહાર નીકળ્યો હતો. તેને સરકાર તરફથી નક્કી કરાયેલી હોટલમાં ક્વોરન્ટિન કરાયો હતો. આ દરમિયાન તે CCTV ફુટેજમાં કોરિડોરમાં જોવા મળ્યો હતો.
આટલું જ નહીં પણ કોરોના વાઈરસ સામે પહોંચી વળવા માટે આજે જે ઉદાહરણ રૂપ બની ચૂક્યું છે. તેના માટે તાઈવાને ઘણા કડક પગલા ભર્યા હતા. જેમાં તાઈવાનની સરકારે લોકો ઘરે છે કે નહીં તે જાણવા માટે તેમના મોબાઈલ ટ્રેક કર્યા હતા. સરકારે દેશના નાગરિકોની સુરક્ષા માટે ‘ઈલેક્ટ્રોનિક ફેન્સ’નો ઉપયોગ કર્યો હતો. આ સિસ્ટમ લોકોના મોબાઈલ ફોનના સિગ્નલને મોનિટર કરે છે અને જો તેઓ ઘરેથી દૂર જાય તો પોલીસને એલર્ટ આપવામાં આવે છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved