બીડબલ્યુએફ વર્લ્ડ ટુર ફાઇનલ્સમાં ભારતીય શટલર પી વી સિંધુ અને કિદમ્બી શ્રીકાંત નોકઆઉટ તબક્કામાં જ બહાર ફેંકાઈ ગયા છે. અઠવાડિયા પહેલા જ સિંધુ રચનોક ઇન્ટેનોન સામે સીધા સેટમાં હારી ગઈ હતી અને આ વખતે પણ તે ત્રીજી ક્રમાંકિત થાઇ ખેલાડી સામે ૧૮-૨૧, ૧૩-૨૧થી સીધા સેટોમાં હારી ગઈ હતી. આ પરાજયથી નિરાશ સિધુએ જણાવ્યું હતું કે આજનો દિવસ મારો દિવસ ન હતો. મારુ ટાઇમિંગ જરા પણ સારું ન હતું.
શ્રીકાંત મુકાબલામાં ઉતર્યો તે પહેલા વાંગ સામે ૩-૦નો રેકોર્ડ ધરાવતો હતો. પણ રેન્કિંગમાં ૧૨મો ક્રમ ધરાવતા તાઇવાનીઝ ખેલાડીએ શાનદાર દેખાવ કરતા ૧૯-૨૧, ૨૧-૯, ૨૧-૧૯થી વિજય મેળવ્યો હતો. ત્રણ સેટવાળી વધુ એક ગેમ હાર્યા પછી શ્રીકાંતે જણાવ્યું હતું કે મારે આ પ્રકારના સંઘર્ષપૂર્ણ મુકાબલામાં શાનદાર દેખાવ કરવાનો માર્ગ શોધવો પડશે. હું મેચ પ્રેક્ટિસ જારી રાખવા અને ટોચના ક્રમાંકિત ખેલાડીઓ સાથે સતત રમવાનું જારી રાખવા વિચારી રહ્યો છું. અમે છેલ્લા એક વર્ષથી રમ્યા નથી. આ પહેલા હું ટોચના આઠ ખેલાડીઓ સાથે સતત ક્યારેય રમ્યો નથી. દરેક ગુ્રપના ટોચના બે ખેલાીઓ જ સેમી ફાઇનલમાં આવી શકશે. સિંધુ અને શ્રીકાંત બંને પરાજયની સાથે ટુર્નામેન્ટની બહાર થઈ ગયા છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved