લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / હૃતિક રોશન અને હોલીવૂડ સેલિબ્રિટીઓએ કોરોના ફંડ માટે રૂ.27 કરોડ ડોનેશન આપ્યું

દેશમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.ત્યારે બોલીવૂડ સેલિબ્રિટીઓએ સહાય આપવાનું શરૂ કરી દીધું છે.જેમાં હૃતિક રોશનનું નામ પણ સામેલ થઇ ગયું છે.હૃતિકે કોવિડ-૧૯ના સંકટને ગંભીરતાથી લઇને રૂ.11 લાખનું ડોનેશન આપ્યું છે.આમ અત્યારસુધીમા રેઝિંગ કેમ્પેઇન અંતર્ગત રૂ.27 કરોડનું ફંડ એકત્ર થયું છે.આમ ભારતની મદદ માટે એક ફંડ રેઝિંગ શરૂ કરવામાં આવ્યું છે.જેમાં વિદેશી સેલિબ્રિટીઓ પણ છુટાહાથે ડોનેશન આપી રહી છે.આમ આ સિવાય હોલીવૂડ સુપરસ્ટાર વિલ સ્મિથે 50,000 ડોલર દાન કર્યા છે,જ્યારે શોન મેડિસે પણ રકમ ડોનેટ કરી છે,ધ એલન શોએ 5900 ડોલર આપ્યા છે,બ્રેડન બરવર્ડ અને રોહન ઓઝાએ 50,000 ડોલરનું દાન કર્યું છે,જ્યારે જેમી કેરન લીમાએ 1 લાખ ડોલર આપ્યા છે,કેમિલા બેલોએ 6000 ડોલર આપ્યા છે.આમ આ સહયોગ આપનાર તમામ લોકોનો આભાર માનવામાં આવ્યો છે.