લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમા પક્ષીઓની પ્રજાતિનું અસ્તિત્વ જોખમમાં મુકાયુ

મહારાષ્ટ્રમાં પક્ષીઓની 45 પ્રજાતિઓનાં અસ્તિત્વ પર જોખમ જોવા મળી રહ્યું છે.ત્યારે ધ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા બાયોડાઇવર્સિટી ડે નિમિત્તે જેમનું અસ્તિત્વ જોખમમાં મૂકાયું છે તેવાં પક્ષીઓની યાદી જાહેર કરી છે.જેમા રેડ- વેટલ્ડ લેપવિંગ,કિંગ વલ્ચર,વ્હાઇટ બેક્ડ વલ્ચર,પીન્ક હેડેડ ડક સહિતનાનો સમાવેશ થાય છે.પ્રકૃતિની વિવિધતામાં રંગબરંગી અને મીઠો મધુરો કલરવ ધરાવતાં પંખીઓનું મહત્વ ઘણુ છે.આ સિવાય કુદરતની સમતુલાનો આધાર પક્ષીઓની વિવિધ પ્રજાતિઓનુ અસ્તિત્વ અને તેની સંખ્યા ટકી રહે તેના પર છે.ત્યારે પર્યાવરણની સમતુલા ટકાવી રાખવામા પંખીઓની અમુક પ્રજાતિનું મોટું તેમજ મહત્વનું યોગદાન રહેલુ છે.આમ વધી રહેલો રોગચાળો,સતત વધતું તાપમાન,કળણવાળા વિસ્તારો ઓછા થવા,વિકાસ કાર્યોમાં મોટો વધારો,ખેતરોમાં અને વાડીઓમાં જંતુનાશક દવાનું વધેલું પ્રમાણ સહિતના અનેક પરિબળોને કારણે મહારાષ્ટ્રમાં પક્ષીઓની વિવિધ પ્રજાતિઓની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી રહી છે.