લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કેદારનાથ ધામમાં અત્યારસુધીમાં 7 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

ગત 25 એપ્રિલથી અત્યારસુધી 7 લાખ જેટલા યાત્રાળુઓ બાબા કેદારના દર્શન કરી ચૂક્યા છે.ત્યારે આગામી સમયમાં જો હવામાન સારુ રહેશે તો યાત્રાળુઓની સંખ્યામાં વધારો થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.જેમા ચોમાસુ આવ્યા પહેલા કેદારનાથ ધામના દર્શન કરતા યાત્રાળુઓની સંખ્યા 12 લાખ પાર પહોંચી જશે.ત્યારે વર્તમાનમાં દરરોજ 25 હજાર મુસાફર કેદારનાથ ધામ પહોંચી રહ્યા છે.જ્યારે 37 હજાર શ્રદ્ધાળુ હેલિકોપ્ટરથી બાબા કેદારના દર્શન કરી ચૂક્યા છે.આ સિવાય દરરોજ બે હજાર તીર્થ યાત્રાળુઓ હેલિકોપ્ટર સેવાથી બાબા કેદારના દર્શન કરવા જઈ રહ્યા છે.બાબા કેદારના દર્શન કરવા માટે ભક્ત પગપાળા,ઘોડા-ખચ્ચર,હેલિકોપ્ટરથી પહોંચી રહ્યા છે.