લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મમતા બેનરજી ટ્રેન દુર્ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ઓડિશાના બાલેશ્વરમાં ટ્રેન દુર્ઘટના સ્થળે પહોંચી ગયા હતા.આ અકસ્માતમાં અત્યારસુધીમાં 280થી વધુ લોકોના મોત થયા છે,જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે.ત્યારે ઘટનાસ્થળે પહોંચેલા મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યુ હતું કે આ અત્યારસુધીની સૌથી મોટી ટ્રેન દુર્ઘટના છે.ઇસ.1981માં પણ આવી ઘટના બની હતી.આ ટ્રેનમાં કોઈ એન્ટિ-કોલિઝન ડિવાઇસ નહોતું,જો તે હોત તો આ દુર્ઘટના ન થઈ હોત.આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને અમે રૂ.5-5 લાખ રૂપિયા આપીશું.અમે રાજ્ય સરકાર અને રેલવેને રાહત અને બચાવ કાર્યમાં સંપૂર્ણ સહયોગ કરીશું.અમે ગઈકાલે 40 અને આજે 70 એમ્બ્યુલન્સ મોકલી હતી.અમારા 40 ડોક્ટરો પહોંચ્યા છે અને તેઓ કામ કરી રહ્યા છે.મમતા બેનરજીએ અકસ્માતના સંદર્ભમા ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. બંગાળના મુખ્યમંત્રીએ તેમના કાલીઘાટ નિવાસસ્થાનથી લગભગ સમગ્ર રાત દરમ્યાન પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતુ.