લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારોના ફોર્મની ચકાસણી શરૂ,દરિયાપુર,શાહીબાગમાં 3 અપક્ષ ઉમેદવારોના ફોર્મ રદ થયા

રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં.જેની આજે ચકાસણી શરૂ કરવામાં આવી છે.ત્યારે અમદાવાદમાં કલેક્ટર કચેરી સહિતના સેન્ટરો પર ફોર્મની ચકાસણી શરૂ કરવામાં આવી છે.ત્યારે કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્યો પોતાના વિસ્તારોના ઉમેદવારોના ફોર્મ માન્ય છે કે નહીં તે જોવા માટે પહોંચ્યા હતાં.જેમાં અત્યારસુધીમાં 3 અપક્ષ ઉમેદવારોના ફોર્મ રદ થયાં છે.બીજીબાજુ કોંગ્રેસના કેટલાક ઉમેદવારોના ફોર્મમાં ભૂલ આવતાં કોંગ્રેસના લીગલ સેલ અને વકિલોની દોડધામ શરૂ થઈ ગઈ છે.જ્યારે ભાજપના લીગલસેલના આગેવાનો કલેક્ટર કચેરી પહોંચી ગયાં હતાં.

કોંગ્રેસના ઠક્કરનગર અને સરદારનગરના ઉમેદવારોના ફોર્મમાં ભૂલ આવતાં કોંગ્રેસના લીગલ સેલના આગેવાનોએ દોડધામ શરૂ કરી દીધી છે.ત્યારે ઉમેદવારને ખૂટતા દસ્તાવેજ અને અપૂરતા દસ્તાવેજ રજૂ કરવાનો મોકો આપવામાં આવશે.આમ આ સમગ્ર પ્રક્રિયામાં ઉમેદવારના ફોર્મમાં ક્ષતિ જણાશે તેવા ઉમેદવારોના ફોર્મ રદ્દ થઈ શકે છે.

આમ અત્યારસુધી જમાલપુર,દરિયાપુર,ખાડિયા વોર્ડના ભાજપ અને કોંગ્રેસના 8 ઉમેદવારના ફોર્મની ચકાસણીમાં કોઈ વાંધો ન આવતાં તેમની ઉમેદવારી ફાઈનલ થઈ ગઈ છે.જ્યારે દરિયાપુર અને શાહીબાગમાં ત્રણ અપક્ષ ફોર્મ રદ થયા છે.