લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / એમ.એસ.યુનિવર્સિટીના કેમ્પસમાં પોપ્યુલેશન ક્લોક મુકવામાં આવશે

એમ.એસ.યુનિવર્સિટીના કેમ્પસમાં સાયન્સ ફેકલ્ટીના પ્રવેશ દ્વારા પાસે રાજ્યની પ્રથમ પોપ્યુલેશન ક્લોક ઈન્સ્ટોલ કરવામાં આવશે.ત્યારે આ ઘડિયાળ પર દેશ અને રાજ્યની વસતીના આંકડા રાઉન્ડ ધ ક્લોક પ્રદર્શિત થતા રહેશે.આમ દેશ અને રાજ્યની વસતીમાં કેટલો વધારો થઈ રહ્યો છે તેની સતત જાણકારી મળતી રહે તથા આ બાબતે લોકોમાં જાગૃતિ આવે તે માટે કેન્દ્ર સરકારે દેશમાં જ્યાં જ્યાં પોપ્યુલેશન રિસર્ચ સેન્ટરો છે ત્યાં પોપ્યુલેશન ક્લોક મુકવાનો નિર્ણય કર્યો છે.