લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આવતીકાલથી આજી-1 ડેમમાં સૌની યોજનાનું પાણી ઠલવાશે

રાજકોટ મહાનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉનાળો કાળઝાળ બન્યો છે.તેવામાં આજી-1 ડેમમાં સમયસર સૌની યોજના હેઠળ નર્મદાના નીરની વહેલાસર જરૂર હોવાથી મેયર ડો.પ્રદીપ દવેએ આ અંગેની મુખ્યમંત્રીને કરેલી રજુઆત તુરંત સફળ થઇ છે.ત્યારે આવતીકાલથી આજી-1 ડેમમાં નર્મદા નીર સરકાર દ્વારા ઠાલવવાનું શરૂ થઇ જશે.ન્યારી-1 ડેમમાં તાજેતરમાં સરકારે 200 એમસીએફટી નર્મદા નીર ઠાલવી દીધા છે.આ ડેમમાંથી ન્યુ રાજકોટ સહિતના વિસ્તારોને આગામી 15મી ઓગષ્ટ સુધી પુરતુ પાણી મળવાનું છે.