લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત રાજ્યમા 25 સાઈટો પર મંત્રીઓ ચેરના રોપા વાવશે

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ માધ્યમથી મેન્ગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટ્સ એન્ડ ટેન્જિબલ ઇનક્મ્સ કાર્યક્રમનો શુભારંભ કરાવશે.ત્યારે તેના અંતર્ગત ગુજરાતના 11 જિલ્લાઓની 25 સાઇટ પરથી આનો શુભારંભ કરવામાં આવશે.ત્યારે આ 11 જિલ્લાઓમાં અમદાવાદ,આણંદ,કચ્છ, જામનગર,દેવભૂમિ દ્વારકા,નવસારી,ભરૂચ,ભાવનગર,મોરબી, વલસાડ  અને સુરત જિલ્લાનો સમાવેશ થાય છે કે,જ્યાં મેન્ગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટ્સ એન્ડ ટેન્જિબલ ઇનક્મ્સ કાર્યક્રમ હેઠળ મંત્રીમંડળ ના સભ્યો સહિત અન્ય મહાનુભાવોના હસ્તે ચેરનુ વાવેતર કરવામા આવશે.મેન્ગ્રુવ સ્થાનિક હવામાન સુધારે છે.સ્થાનિક લોકોને બળતણ, ચરિયાણ તેમજ લાકડા મેળવવાનો મેન્ગ્રુવ અગત્યનો સ્ત્રોત છે.જેમા ફીશીંગ નેટના ટ્રેનિંગ માટે માછીમારો રાઈઝફોરા અને સીરીઓપ્સના મેન્ગ્રુવ વૃક્ષોની છાલનો ઉપયોગ કરે છે.