લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત પર ફરી વાવાઝોડાનો ખતરો જોવા મળ્યો

ગુજરાતમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ બાદ હવામાન વિભાગે વાવાઝોડાની આગાહી કરી છે.જેમાં હવામાન વિભાગે અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન બનવાની સંભાવના હોવાનુ કહ્યું છે.દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમા તા.5મીએ સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે.આ સાથે 7 જૂન આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર બની શકે છે.જેને કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.ત્યારે આગામી 7 જૂનથી 11 વચ્ચે ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે ત્યારે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં આગામી 5મીએ સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે.જેમા ચક્રવાતને લીધે કચ્છ અને સૌરાષ્ટ્રમા પણ વરસાદ થઈ શકે છે.આ સિવાય દક્ષિણ ગુજરા તમાં પણ વરસાદ થઈ શકે છે.રાજ્યમાં 8 થી 11 જૂન સુધીમાં વરસાદ થવાની શક્યતાઓ છે.જ્યારે 22 થી 25 જૂન સુધીમા રાજ્યના અન્ય વિસ્તારોમાં ચોમાસુ બેસવાની શક્યતાઓ જોવા મળી રહી છે.