લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થવાથી ભારે વરસાદની આગાહી કરાઇ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમા સિસ્ટમ સક્રિય થઈ છે.ત્યારે આ બન્ને સિસ્ટમની અસર અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે.જેમા વાદળછાયા વાતાવરણ સાથે કેટલીક જગ્યાએ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.આ સિવાય અમદાવાદમાં 24 કલાક દરમિયાન ગાજવીજ અને 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદની શક્યતા છે.આમ ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.ત્યારે રાજ્યમા આગામી 8 થી 11 જૂન સુધીમાં વરસાદ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે.ત્યારે દક્ષિણ ગુજરાતમાં 15 થી 17 જૂને ચોમાસુ બેસી શકે છે.જ્યારે 22 થી 25 જૂને રાજ્યના અન્ય વિસ્તારોમાં ચોમાસુ બેસવાની શક્યતાઓ છે.