રાજ્યમા વર્તમાન સમયમાં બેવડી ઋતુ ચાલી રહી છે.ત્યારે હવામાન વિભાગે આગામી 4 દિવસ ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે.જેમાં સૂર્યના તેજ પ્રકોપથી તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી સુધી વધી શકે છે.તેમજ 27 અને 28 માર્ચમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા તાલુકામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.આમ હીટવેવની આગાહીના પગલે દરિયાકિનારાવાળા વિસ્તારોના તાપમાનમાં વધારો થશે.જેના કારણે લોકોને કાળઝાળ ગરમીનો અહેસાસ થશે.
આમ રાજ્યના પોરબંદરનું વર્તમાનમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી પર પહોંચ્યું છે.ત્યારે હવામાન વિભાગે હીટવેવની આગાહી કરતા સ્થાનિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.જ્યારે રાજ્યમાં એકતરફ કોરોના મહામારી ચાલી રહી છે સતત નવા કેસોમાં વધારો થતા લોકોમાં ફરીવાર ડરનો માહોલ સર્જાયો છે.ત્યારે વર્તમાનમાં ચાલી રહેલી બેવડી ઋતુથી શરદી,ઉધરસ તથા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved