લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / એ.બી ડિવિલિયર્સ અને વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બાયો-બબલમાં જોડાયા

આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ પહેલાં ચેન્નઇમાં એ.બી ડિવિલિયર્સ પોતાની ટીમના બાયો-બબલમાં જોડાઇ ગયો છે.આ સિવાય ઇંગ્લેન્ડ વિરુદ્ધની સીરિઝમાં શાનદાન પ્રદર્શન કરનાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ આઇ.પી.એલ ૨૦૨૧ માટે ચેન્નઇ પહોંચી ગયો છે.વિરાટ કોહલી ઇંગ્લેન્ડ વિરુદ્ધ બનાવવામાં આવેલા બાયો-બબલને તોડીને પોતાના ઘરે ગયો હતો.જે બાદ હવે ચેન્નઇ પહોંચતાં તેને 7 દિવસ ક્વોરેન્ટાન રહેવું પડશે.આમ આઇ.પી.એલ ૨૦૨૧ માટે બનાવવામાં આવેલ બી.સી.સી.આઇની એસ.ઓ.પી મુજબ તમામ ખેલાડીઓ,સહાયક સ્ટાફ અને મેનેજમેન્ટને બાયો-બબલમાં પ્રવેશ કરવા માટે પોતાની હોટલના રૂમમાં 7 દિવસ ક્વોરન્ટાઇન રહેવું પડશે.આ દરમિયાન ઘણી વખત તેમની તપાસ કરવામાં આવશે.તે બાદ નેગેટિવ આવતાં તેમને રૂમમાંથી બહાર નીકળવા અને અભ્યાસ કરવાની મંજૂરી આપવામાં આવશે.