ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહની એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે વરણી થઈ છે.જેમાં બાંગ્લાદેશના ક્રિકેટ એસોસિએશનના ચીફ નજમુલ હસન પોપોનની બે વર્ષની એસીસીના પ્રમુખ તરીકેની મુદ પૂરી થતા એશિયાના સભ્ય એસોસિએશનોએ ૩૨ વર્ષીય જય શાહ પર પસંદગીકરી છે.આમ એસીસીના ૨૪ મેમ્બર એસોસીએશન્સ છે.જેમાં જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના ઇતિહાસના સૌથી યુવા પ્રમુખ છે.
એશિયન દેશોમાં ક્રિકેટના વિકાસ માટે એશિયન ક્રિકેટ કાઉન્સિલની મહત્ત્વની ભૂમિકા હોય છે.આ ઉપરાંત એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ એસીસી જ કરતી હોય છે.વર્ષ ૨૦૨૦માં મોકૂફ રખાયેલ એશિયા કપ હવે વર્ષ ૨૦૨૧માં યોજવાની જવાબદારી જય શાહના નેતૃત્વ હેઠળની એસીસીની રહેશે.આમ મોટાભાગે આગામી જૂનમાં વ્યસ્ત ક્રિકેટ કેલેન્ડર વચ્ચે એશિયાકપ યોજાનાર છે.ત્યારે સત્તાવાર કાર્યક્રમ એસીસીની નવી ટીમ જાહેર કરશે.આમ સામાન્ય રીતે એશિયામાં ફૂલ મેમ્બર્સ ધરાવતા એસોસીએશનમાંથી જે તે ક્રિકેટ બોર્ડના પ્રમુખ એસીસીના પ્રમુખ બનતા હોય છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved