લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / અભિનેતા ગુફી પેન્ટલની હાલત નાજુક જોવા મળી

બી.આર ચોપરાની મહાભારતમાં મામા શકુનિનો રોલ કરનાર અભિનેતા ગુફી પેન્ટલની હાલત નાજુક છે.78 વર્ષીય ગુફી છેલ્લા ઘણા સમયથી બીમાર હતા.તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે,જ્યાં તેમની હાલત ખૂબ જ ખરાબ છે.ટીવી-અભિનેત્રી ટીના ઘાઈએ અભિનેતાની તસવીર શેર કરી ચાહકોને તેમના માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે.ગુફી ફરીદાબાદ ગયા હતા અને તેમની હાલત ખરાબ થઇ હતી.તેમને પહેલા ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને મુંબઈની અંધેરીની બેલેવ્યૂ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.તેઓ લગભગ 4 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે.તેમણે બી.આર ચોપરાની ટીવી સિરિયલ મહાભારતમાં શકુનિ મામાની ભૂમિકા ભજવી છે.ત્યારે આ ભૂમિકાએ તેમને મોટી ઓળખ આપી છે.અભિનયની દુનિયામાં પ્રવેશતાં પહેલાં તેઓ એન્જિનિયર હતા.