લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / હોલીવુડ અભિનેતા જેમી ફોકસનને કોરોના વેકસીનની સાઈડ ઈફેકટ થઈ

હોલીવુડના અભિનેતા જેમી ફોકસનને કોરોના વેકસીનની ગંભીર સાઈડ ઈફેકટ થઈ છે અને તેઓ આંશિક પેરેલીસીસનો ભોગ બન્યા છે અને તેમની દ્રષ્ટિ પણ ધુંધળી બની ગઈ છે.આમ કોવિડની વેકસીન લીધા બાદ તેમના મગજમાં લોહીના ગઠ્ઠા જામી ગયા હતા અને તેને કારણે અભિનેતાને શરીર પર આ અસર થઈ છે.જેમી ફોકસએ વર્તમાનમા તેનું શુટીંગ અટકાવી દીધું છે અને તેઓ સારવાર હેઠળ છે અને તેમને 11 એપ્રિલના રોજ મેડીકલ કમ્પ્લીકેશન હેઠળ હોસ્પીટલમાં દાખલ કરાયા હતા ત્યારબાદ તેમના શરીર પર આ અસર વધી ગઈ હતી.જેમી હોલીવુડના એક શ્રેષ્ઠ અભિનેતામાં સ્થાન ધરાવે છે.