લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / આફ્રિકાના ગુયેનામાં ઇબોલાએ ફરી માથું ઉંચક્યું, આઠ કેસ ત્રણનાં મોત થયા

વિશ્વએ વર્ષ 2013 અને 2014માં જોયેલી ભયાનક મહામારી પૈકીની એક ઇબોલા વાઇરસે આફ્રિકા ખંડમાં ફરી દેખા દીધી છે.ત્યારે આફ્રિકન દેશ ગુયેનામાં ઇબોલાના કારણે અત્યારસુધીમાં આઠ કેસ નોંધાયા છે જેમાં ત્રણના મૃત્યુ થયા છે.આમ આ ત્રણ મૃત્યુમાં એક નર્સનો પણ સમાવેશ થાય છે.જેમાં નર્સની દફનિવિધિમાં સામેલ થનારા આઠ વ્યક્તિમાં ઇબોલાના પ્રાથમિક લક્ષણો દેખાતા તેમની સારવાર અને ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આમ વર્ષ 2013માં ગુયેનામાં જ ઇબોલાનો પ્રથમ કેસ નોધાયો હતો.ત્યારબાદ વર્ષ 2016 સુધી ઇબોલાના કારણે મોત નોંધાતા રહ્યા હતા.ત્યારબાદ ફરીએકવાર ઇબોલાના કારણે ત્રણ મોત નોંધાયા છે.ત્યારે ગુયેનાના સ્વાસ્થયમંત્રી રેમી લમાહનું કહેવું છે કે ઇબોલાના સંક્રમિતોના સંપર્કમાં આવનારા વ્યક્તિઓના ટેસ્ટિંગનો અત્યારે બીજો તબક્કો ચાલી રહ્યો છે.

આમ આ અંગે વધુ જરૂર જણાશે તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તેમજ અન્ય સંસ્થાઓનો સંપર્ક કરી રસી સહિતની સુવિધાઓ માટે મદદ માગવામાં આવશે.આમ માલી,સેનેગલ,સિયારાલિયોન,લાઇબેરિયા સહિતના ગુયેનાના પાડોશી રાષ્ટ્રોએ અત્યારે એલર્ટ જારી કરી વિવિધ આયોજનો અમલમાં મૂક્યા છે.