લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / 1લી એપ્રિલથી કોઈપણ રાજ્યમાંથી બેંગ્લોરમાં પ્રવેશ માટે આર.ટી.પી.સી.આર નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ જરૂરી થશે

સમગ્ર દેશમાં કોરોનાના કેસ ખૂબ જ વધી રહ્યા છે.ત્યારે આજે દેશમાં 59,000થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.ત્યારે ગુરુવારે કર્ણાટક રાજ્યમાં જ 2523 કેસ અને તેમાં પણ ખાસ કરીને બેંગ્લોરમાં 1623 કેસો નોંધાયા છે.ત્યારે કર્ણાટકના આરોગ્ય અને શિક્ષણ મંત્રી કે.સુધાકરે જાહેરાત કરી છે કે આગામી 1લી એપ્રિલથી દેશના કોઈપણ રાજ્યમાંથી બેંગલોર આવનાર વ્યક્તિ માટે કોરોના આરટીપીસીઆર નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત રહેશે.જેમાં મંત્રી કે.સુધાકરનું માનવું છે કે બેંગલોર શહેરમાં આવતા કેસમાંથી 60% કેસ આંતરરાજ્ય મુસાફરોના છે.જેથી તમામ લોકોએ ટેસ્ટ રિપોર્ટ લઇને જ પ્રવેશ મેળવવાનો રહેશે.આમ આ નિયમ બેંગલોરના રહેવાસીઓ માટે પણ લાગુ પડે છે.જોકે આ નિયમ અત્યારસુધી પંજાબ,કેરલ અને મહારાષ્ટ્ર માટે જ લાગુ કરાયો હતો.