લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / 1 એપ્રિલથી ટોયોટાની કાર મોંઘી થશે, કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી

ટોયોટા કિર્લોસ્કર મોટરે ઈન્ડિયામાં પોતાની કારની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે.આ પહેલા મારુતિ સુઝુકી અને રેનોએ પણ પોતાની કારની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી હતી.આમ કારની કિંમતમાં વધારો રો મટિરિયલની કિંમતમાં વધારો થવાને કારણે કરવામાં આવી રહ્યો છે.ટોયોટાની નવી કિંમતો 1 એપ્રિલથી સમગ્ર દેશમાં લાગુ થશે.તેમજ મારુતિ અને રેનોની પણ નવી કિંમતો 1 એપ્રિલથી લાગુ થશે.

આમ કાર નિર્માતા કંપનીની સાથે ટૂ-વ્હીલર કંપનીએ પણ પોતાના વાહનોની કિંમતમાં વધારો કર્યો છે.જેમાં તાજેતરમાં દેશની સૌથી મોટી ટૂ વ્હીલર નિર્માતા કંપની હીરો મોટોકોર્પે પોતાની બાઈક અને સ્કૂટરની કિમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે.