લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / શ્રીલંકાની સેન્ટ્રલ બેન્કે વ્યાજદરમા 2.50 ટકાનો ઘટાડો કર્યો

શ્રીલંકામાં આર્થિક સ્થિતિ ઝડપથી પાટા પર આવી રહી છે તેવો દાવો શ્રીલંકાની કેન્દ્રિય બેંકે કર્યો છે.ત્યારે શ્રીલંકાની સેન્ટ્રલ બેંકે દેશના મુખ્ય વ્યાજદરોમાં 250 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે.જેમા શ્રીલંકાની સેન્ટ્રલ બેંકે ફુગાવાના અપેક્ષિત દર અને સાનુકૂળ પ્રાઈસિંગ આઉટલુકને કારણે વ્યાજદરમાં ઘટાડો કર્યાનો મત આપ્યો છે.ત્યારે શ્રીલંકાની મધ્યસ્થ બેંકે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ 15.5 ટકાથી ઘટાડીને 13 ટકા કર્યો છે.આ સિવાય સ્ટેન્ડિંગ લેન્ડિંગ સુવિધા 16.5 ટકાથી ઘટાડીને 14 ટકા કરવામાં આવ્યો છે.જેમા કોલંબો કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત ફુગાવાનો દર મે મહિનામાં ઘટીને 25.2 ટકા પર આવી ગયો છે.જે ગત મહિને એપ્રિલમા 35.3 ટકા હતો.આમ કપરા સમયમાં ભારતે શ્રીલંકાની આર્થિક તેમજ સામાજિક મદદ કરીને પાડોશી ધર્મ નિભાવ્યો હતો.આ સિવાય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને શ્રીલંકાની સરકાર વચ્ચે ગત વર્ષે માર્ચમાં 100 કરોડ ડોલરની ક્રેડિટ સુવિધા માટે કરાર કરવામાં આવ્યો હતો.