લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / કોમર્શિયલ એલ.પી.જી ગેસના ભાવમાં રાહત થઈ

એલપીજી ગેસના ભાવમાં મોટો ઘટાડો થયો છે.ત્યારે એલપીજી વેચતી કંપનીઓએ ભાવમાં ઘટાડો કર્યો છે.જે ઘટાડો કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં થયો છે.જ્યારે બીજીતરફ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.જે ગયા મહિનાની જેમ જ યથાવત જોવા મળે છે.આ અગાઉ 1 મે 2023ના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમા રૂ.172નો ઘટાડો કરવામાં આવ્યો હતો.નવી દિલ્હીમાં કોમર્શિયલ ગેસની કિંમતમા રૂ.83.5નો ઘટાડો કરવામાં આવ્યો છે અને નવી કિંમત રૂ.1773 થઈ ગઈ છે.જેમા ગયા મહિને કોમર્શિયલ ગેસની કિંમત રૂ.1856.50 પ્રતિ સિલિન્ડર હતી.ત્યારે તે સમયે ઘરેલુ ગેસ સિલિન્ડરનો દર રૂ.1103 પર યથાવત જોવા મળ્યો હતો.જે 1 જૂનથી રિપ્લેસમેન્ટ કોમર્શિયલ ગેસ સિલિન્ડર દિલ્હીમાં રૂ.1773માં વેચાઈ રહ્યું છે અને 1 જૂને તે કોલકાતામા રૂ.1875.50માં વેચાઈ રહ્યુ છે.મુંબઈ માં 19 કિલો કોમર્શિયલ ગેસ રૂ.1725 રૂપિયામાં વેચાઈ રહ્યો છે અને ચેન્નાઈમાં એલપીજીની કિંમત રૂ.1973 છે.આમ છેલ્લા કેટલાક મહિનાઓથી સ્થાનિક એલપીજીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.જેમા છેલ્લીવાર માર્ચ માસ દરમિયાન તેમાં ફેરફાર થયો હતો.ત્યારપછી તેની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી.