લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / આગામી 1 જૂનથી હોલમાર્ક ગોલ્ડ જ્વેલરીનું જ વેચાણ કરી શકાશે

આગામી 1 જૂનથી સોનાના દાગીના તેમજ અન્ય કલાકૃતિઓ પર હોલમાર્કિંગના અમલ માટેની તમામ તૈયારી થઈ ચૂકી છે.ત્યારે હવે રજીસ્ટ્રેશન કરવામાં કોઈ છૂટ આપવામાં આવશે નહી તેવું જણાવ્યું હતું.આમ સરકારે ગત નવેમ્બર 2019માં જાહેરાત કરી હતી કે દેશભરમાં 15 જાન્યુઆરી 2021થી હોલમાર્કિંગ ફરજીયાત કરવામાં આવશે.પરંતુ ગત વર્ષે મહામારીની પ્રતિકૂળતાના કારણે જ્વેલર્સો દ્વારા આ સમયમર્યાદામાં વધુ ચાર માસ લંબાવવા માટેની માંગણી કરાઈ હતી.પરંતુ હવે આ સમયમર્યાદામાં કોઈ છૂટછાટ અપાશે નહી.ત્યારે આગામી 1 જૂનથી જ્વેલર્સો માત્ર હોલમાર્ક ગોલ્ડ જ્વેલરીનું જ વેચાણ કરી શકશે.તે પહેલાં જ્વેલર્સે બી.આઇ.એસ પાસે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી દેવું પડશે.

આમ અત્યારસુધી 34,647 જ્વેલર્સોએ બી.આઇ.એસ માટે રજીસ્ટ્રેશન કરાવી દીધું છે.ત્યારે રજીસ્ટ્રેશનની સમયમર્યાદા નજીક હોઈ આગામી બે- ત્રણ માસમાં આ આંકડો વધીને એક લાખ સુધી પહોંચી જશે.આમ સોનાના દાગીના અને અન્ય ચીજવસ્તુઓની શુદ્ધતા પ્રમાણિત કરવા માટે ગોલ્ડ હોલમાર્કિંગ કરવામાં આવે છે.આમ જૂન માસથી અમલી બનતા જ્વેલર્સ ૧૪,૧૮ અને ૨૨ કેરેટ સોનાના દાગીના જ વેચી શકશે.આ નિયમ અમલી બનતા સોનાના દાગીનાની ખરીદી સમયે થતી છેતરપિંડી પર પણ બ્રેક વાગી જશે.