લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આગામી 1 મેથી 18 વર્ષથી વધુ વયના દરેક લોકોને કોરોનાની રસી આપવામાં આવશે

કોરોના વાઇરસના કેસો વધી રહ્યા છે જેની સામે કેન્દ્ર સરકારે રસીકરણનું પ્રમાણ પણ વધારી દીધુ છે.ત્યારે સરકારે જાહેર કર્યું છે કે આગામી 1 મેથી સમગ્ર દેશભરમાં ૧૮ વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવશે.આમ વર્તમાન સમયમાં રસીની વયમર્યાદા ૪૫ વર્ષથી વધુની હતી જેને ઘટાડીને ૧૮ વર્ષની કરી દેવામાં આવી છે.જેને પગલે યુવાવયના લોકોને પણ રસી આપવામાં આવશે.આમ દેશના ઘણા રાજ્યોમા રસીની અછતની ફરિયાદો સામે આવી રહી છે,ત્યારે આ રાજ્યોએ રસીની વયમર્યાદાને ઘટાડવાની માગણી પણ કરી હતી.આ પરિસ્થિતિ વચ્ચે દેશભરમાં ૧૮ વર્ષથી વધુ વયના લોકોને રસી આપવાની છુટ કેન્દ્ર સરકારે આપી દીધી છે,તે સાથે રસીનું ઉત્પાદન પણ વધે તે હેતુથી રસી બનાવતી કંપનીઓને કેન્દ્ર સરકાર 4500 કરોડ રૂપિયા આપશે.આમ કેન્દ્ર સરકારે સીરમ ઇંસ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાને 3000 કરોડ,જ્યારે ભારત બાયોટેકને ૧૫૦૦ કરોડ રૂપિયા આપવાની તૈયારી કરી લીધી છે.

આમ ભારત બાયોટેક વર્તમાન સમયમાં કોવેક્સિનનું ઉત્પાદન કરી રહી છે,જ્યારે સિરમ ઇંસ્ટીટયૂટ ઓફ ઇન્ડિયા કોવિશીલ્ડ રસી આપી રહી છે.1લી મેથી રસીકરણની ત્રીજા તબક્કાની શરૂઆત થવા જઇ રહી છે.