લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / આગામી 1લી મેએ ભારતને સ્પુતનિક વીની પ્રથમ ખેપ મળશે

ભારતને રશિયાની કોરોના વેક્સિન સ્પુતનિક વીની પ્રથમ ખેપ આગામી 1લી મેના રોજ મળશે.જ્યારે 1 મેના રોજથી ભારતમાં વેક્સિનેશનના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ રહી છે.જેમા 18 વર્ષથી વધુ વયના લોકોને કોરોનાની રસી આપવામાં આવશે.આ ઉપરાંત રૂસી ફર્માસ્યૂટિકલ ફર્મ ફર્માસિન્ટેઝે કહ્યુ હતું કે રશિયન સરકારથી મંજૂરી મળતાં જ મેના અંત સુધીમાં ભારતને રેમડેસિવિર એન્ટીવાયરલ ડ્રગના એક મિલિયન પેક મોકલવા તૈયાર છે.આમ વર્તમાન સમયમાં ભારત કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે.ત્યારે હોસ્પિટલોમાં બેડસ ઓક્સિજન સહિતના મેડિકલ સાધનોની કમી છે.ત્યારે બ્રિટન,અમેરિકા સહિતના કેટલાક દેશો દ્વારા સહાયતા કરવામાં આવી રહી છે.