લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આગામી 15 ઓગસ્ટ સુધી 18 વર્ષથી ઉપરના તમામને રસી મુકવા માટેની યોજના બનાવાઇ

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકારે કોરોનાની રસી મુકવા માટે દેશવ્યાપી યોજના તૈયાર કરી છે.જેમાં આગામી સાડા ત્રણ મહિનામાં દેશમાં 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી મૂકી દેવામાં આવશે.જેના માટે દેશભરમાં 10 લાખ જેટલા રસીકરણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવશે.આ સિવાય લોકોને ઘરે-ઘરે જઈને રસી મુકવા માટેનો પણ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.આમ વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશમાં આગામી 1લી મેથી 18 વર્ષથી વધુ વયના લોકોને રસી મુકવાની જાહેરાત કરી છે.આમ આપણા દેશમાં વર્તમાન સમયમાં બે જ કંપનીઓની રસી ઉપલબ્ધ છે.ત્યારે અત્યારસુધી 13 કરોડ લોકોને રસી મુકાઈ ચુકી છે.આ સિવાય થોડા દિવસમાં વિદેશી રસીના ઘણા વિકલ્પો લોકોને મળશે.જેનાથી રસીકરણને વધારે વેગ મળશે.