લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આગામી 23 એપ્રિલથી મેઘાલય રાજ્ય પર્યટકો માટે બંધ કરાશે

સમગ્ર દેશ અને અન્ય રાજ્યોમાં કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને મેઘાલય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે.જેમાં રાજ્ય સરકારે આગામી 23 એપ્રિલથી બીજા રાજ્યોના પર્યટકોને મેઘાલયમાં પ્રવેશ આપવા પર રોક લગાવી દીધી છે.એટલે કે 23 એપ્રિલથી બીજા રાજ્યના લોકો મેઘાલયમાં ફરવા માટે આવી શકશે નહીં.

આમ મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ રાજ્યમાં કોરોનાને કારણે બગડી રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખી આ નિર્ણય લીધો છે.જેમાં મેઘાલય આગામી 23 એપ્રિલથી બીજા રાજ્યોમાંથી આવનારા યાત્રિકો માટે પોતાના દરવાજા બંધ કરી દેશે,જ્યારે સ્થાનિક પર્યટન યથાવત રાખશે.આ સિવાય શિલોંગની તમામ સ્કૂલોને આગામી 4 મે સુધી બંધ કરવાનું એલાન કરવામાં આવ્યું છે.આમ રાજ્ય બોર્ડની પરીક્ષાઓ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર લેવામાં આવશે.આ ઉપરાંત સરકારી તેમજ ખાનગી ઓફિસોમાં 50 ટકા ક્ષમતાથી લોકો કામ કરશે.