સમગ્ર વિશ્વમા બારેમાસ વહેતી અનેક નદીઓ સિઝનલ બની ગઇ છે.જેમાં એક સર્વે મુજબ વિશ્વમાં માત્ર 17 ટકા નદીઓ જ કુદરતી રીતે વહેણ ધરાવે છે જયારે બાકીની લૂપ્ત થઇ ગઈ છે.આમ 17 ટકા નદીઓ પણ અગાઉથી જ સુરક્ષિત જાહેર કરવામાં આવેલા વિસ્તારમાંથી વહેતી હોવાથી સજીવન રહી છે.આમ નદીઓના વહેણ રોકવાના કારણે નદીઓમાં રહેતી વિવિધ પ્રજાતિઓના જીવન પર વિપરિત અસર પડી રહી છે.જેમાં ખાસ કરીને નદીમાં રહેતી માછલીઓ અને કાચબાની સંખ્યામાં ઘટાડો થયો છે.
આમ છેલ્લા 50 વર્ષમાં નદીઓ પર નાના મોટા ડેમ,જળ પરીયોજનાઓ અને પ્રદૂષણની સમસ્યા ખૂબ વધી ગઇ છે.ત્યારે કૃત્રિમ રીતે નદીના પ્રવાહને અનુકૂળતા મુજબ વાળવાની ટેકનિક પણ પ્રચલિત બની છે.આમ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને પર્યાવરણવિદોનું માનવું છે કે નદીઓના સંરક્ષણ માટે પ્રયત્ન કરવામાં નહી આવે તો વિપરિત પરીણામો જોવા મળશે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved